પતંજલિ આયુર્વેદની 14 પ્રોડક્ટ્સ બનાવવાનું લાઇસન્સ રદ:ઉત્તરાખંડ સરકારનો આદેશ

ઉત્તરાખંડ સરકારે બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ અને દિવ્યા ફાર્મસીના લગભગ 14 ઉત્પાદનોના ઉત્પાદન લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા છે. ઉત્તરાખંડ સરકાર દ્વારા સોમવારે સાંજે સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટમાં આ માહિતી આપવામાં આવી છે.

ઉત્તરાખંડ સરકારની લાઇસન્સિંગ ઓથોરિટીએ પણ સોમવારે ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જાહેર કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે- પતંજલિ આયુર્વેદના ઉત્પાદનો વિશે વારંવાર ભ્રામક જાહેરાતો પ્રકાશિત કરવાને કારણે કંપનીનું લાઇસન્સ અટકાવી દેવામાં આવ્યું છે.

પતંજલિની આ ઉત્પાદનોના લાઇસન્સ રદ કરવામાં આવ્યા

  • શ્વાસારિ ગોલ્ડ
  • બીપી ગ્રિટ
  • શ્વાસારિ વટી
  • મધુગ્રિત
  • શ્વાસારિ પ્રવાહી
  • મધુનાશિની વટી એક્સ્ટ્રા પાવર
  • શ્વાસારિ અવલેહ
  • લિવામૃત એડવાન્સ
  • બ્રોન્કોમ
  • લિવોગ્રિટ
  • મુક્તા વટી એક્સ્ટ્રા પાવર
  • લિપિડોમ
  • આઈગ્રિટ ગોલ્ડ
  • પતંજલિ દૃષ્ટિ આઇ ડ્રોપ

    સુપ્રીમ કોર્ટે તાજેતરમાં રામદેવની કેટલીક પ્રોડક્ટ્સની ગેરમાર્ગે દોરતી જાહેરાતોને રોકવા માટેના નિર્દેશોનું પાલન ન કરવા બદલ તેમની વારંવાર ટીકા કરી છે.

    સુપ્રીમ કોર્ટ આજે પતંજલિના કેસની સુનાવણી કરશે
    હવે સુપ્રીમ કોર્ટ આજે (30 એપ્રિલ) પતંજલિના કેસની સુનાવણી કરશે તે નક્કી કરવા માટે કે રામદેવ સામે અવમાનના આરોપો દાખલ કરવા જોઈએ કે નહીં.

FOLLOW US ON :
Share Our Post