IPL વચ્ચે T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત:વઘુ જાણો અહીં

2024 T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઇ ગઈ છે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાનાર T20 વર્લ્ડ કપમાં ભાગ લેવા પહોંચશે. ટીમ ઈન્ડિયા પોતાના અભિયાનની શરૂઆત 5 જૂને આયર્લેન્ડ સામેની મેચથી કરશે.

T-20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, સંજુ સેમસન, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ , યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
રિઝર્વ પ્લેયર- શુભમન ગિલ, ખલીલ અહેમદ, રિંકુ સિંહ, અવેશ ખાન.ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમશે. ટીમની બીજી મેચ 9 જૂને પાકિસ્તાન સામે, ત્રીજી મેચ 12 જૂને અમેરિકા સામે અને ચોથી મેચ 15 જૂને કેનેડા સામે થશે.

આ વખતે T-20 વર્લ્ડ કપ 2થી 29 જૂન સુધી વેસ્ટ ઈન્ડીઝ અને અમેરિકામાં રમાશે. ટુર્નામેન્ટની શરૂઆતની મેચ કેનેડા અને હોમ ટીમ અમેરિકા વચ્ચે ડલાસમાં રમાશે. ફાઈનલ મેચ 29 જૂને વેસ્ટ ઈન્ડીઝના બાર્બાડોસ શહેરમાં રમાશે. સુપર-8 અને નોકઆઉટ મેચ વેસ્ટ ઈન્ડીઝમાં યોજાશે.

T-20 વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજની મેચો 2થી 17 જૂન દરમિયાન યોજાશે. સુપર-8 તબક્કાની મેચ 19થી 24 જૂન દરમિયાન યોજાશે. ત્યાર બાદ 26 જૂનથી નોકઆઉટ સ્ટેજ શરૂ થશે.

FOLLOW US ON :
Share Our Post