ગુજરાતી સિનેમા પ્રીમિયર લીગનો ફાઇનલ એવોર્ડ સમારંભનું કલબ બેબીલોન ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું

8 EYES PRODUCTION HOUSE , કલરવ ગુજરાતી એપ તથા ગુજરાત ટુરિઝમના સહયોગથી તા. 18 માર્ચ 2023 ને શનિવારના રોજ અમદાવાદના કલબ બેબીલોન ખાતે ગુજરાતી સિનેમા પ્રિમિયર લીગ – સિઝન – 1 નું ફિનાલે – એવોર્ડ ફંક્શન નું આયોજન થયું હતું.

ગુજરાતી સિનેમા પ્રિમિયર લીગની શરૂઆત ગત માર્ચમાં થઈ હતી અને તેમાં કુલ 8 શહેરના જુદા-જુદા પ્રોડક્શન હાઉસે કુલ 20-30 મિનિટ ની ફિલ્મોનું નિર્માણ કર્યું હતું.

કોમેડી, સસ્પેન્સ, હોરર, રોમેન્ટિક એમ કુલ 4 રાઉન્ડમાં 20 ફિલ્મોનું નિર્માણ થયું હતું. આ યુનિક અને ગુજરાતની સૌપ્રથમ એવી શોટૅ ફિલ્મ કોમ્પિટિશનમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, મહેસાણા, જામનગર, ભાવનગર અને કચ્છ આ શહેરમાંથી પ્રોડક્શન હાઉસે ભાગ લીધો હતો.

આ સમગ્ર સ્પધૉ અને કાર્યક્રમનું આયોજન 8 આઈસ પ્રોડક્શન હાઉસના આૅનર અને અભીનૅત્રી તૃપ્તિ જાંબુચા તથા વિપુલ જાંબુચાએ કયુૅ હતું.

આ સમગ્ર કાર્યક્રમના મેન્ટોર અને ગુજરાતી ફિલ્મી જગતના જાણીતા અભિનેતા એવા હિતેન કુમારે આ એવોર્ડ સમારંભમાં ખાસ હાજરી આપી હતી સાથે આ આખી સ્પધૉના જ્યુરી મેમ્બર જીતેન્દ્ર ઠક્કર, ડૉ. કેશુભાઇ દેસાઈ તથા ચંદ્રભાઈ દુધરેજીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમારંભમાં ગુજરાતના જાણીતા ગાયક કલાકાર મયુર ચોહાણના વિશેષ પરફોર્મન્સએ ઓડિયન્સ ના દિલ જીતી લીધા હતા.

કુલ 4 રાઉન્ડના અંતે સિઝન – 1 ની ટ્રોફી રંગીલું રાજકોટ ટીમના આૅનર મંત્ર સિનેક્રાફ્ટના અર્ચના કથિરીયા તથા તેમની ટીમે પોતાના નામે કરી હતી તો સાથે બેસ્ટ પ્રોડક્શન હાઉસ સુપર મોમ્સ એન્ટરટેઇનમેન્ટ – રાધિકા રાઠોડ અને પ્રિયંકા ત્રિવેદી, બેસ્ટ એકટર ઓફ ધ સિઝન – 1 નો ખિતાબ જાણીતા કલાકાર યતિન પરમાર અને બેસ્ટ એક્ટરર્સ નો ખિતાબ શવૅરી જોશીએ જીત્યો હતો.

બેસ્ટ ડાયરેક્ટર નો એવોર્ડ ધર્મીન પટેલ અને પ્રિયંકા ત્રિવેદી તથા બેસ્ટ રાઈટરનો એવોર્ડ મનીષ પાટડિયાએ જીત્યા હતા

ગુજરાતી ફિલ્મ જગતનો આ અનોખો અને અદ્ભુત પ્રયોગ ખુબ જ રસપ્રદ રહ્યો અને ઘણાં નવા કલાકારો અને કસબીઓ ને તક આપવામાં નિમિત્ત બન્યો હતો.

આગળ નાં દિવસો માં આ કાર્યક્રમની બીજી સીઝન શરૂ થવાની જાહેરાત પણ થઈ હતી.

FOLLOW US ON :
Share Our Post