ઘરે આ રીતે બનાવો ગાજરનો હલવો, આંગળા ચાટતા રહી જશે બઘા.. જાણો અહીં ક્લિક કરી…

શિયાળામાં ગાજરનો હલવો લગભગ બધા જ ઘરે બને છે. સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ગાજરનો હલવો ખૂબ જ હેલ્ધી પણ છે.  ગાજરનો હલવો બનાવવો સાવ સરળ પણ છે અને તેમાં ટાઈમ પણ ઘણો ઓછો લાગે છે. જાણી લો પ્રેશર કૂકરમાં ગાજરનો હલવો બનાવવાની આસાન રેસિપી અમે આપને જણાવીશું…

સામગ્રી

ગાજર મોટા – 5
માવો – 1/2 કપ
દૂધ – 1 કપ
ખાંડ – 1/2 કપ
ઝીણી સમારેલી બદામ – 10
કાજુ ઝીણા સમારેલા – 8
કિસમિસ – 10 નંગ
પીસ્તા સમારેલા – 5 નંગ
ઈલાયચી પાવડર – 1 ચમચી
ઘી – 1/4 કપ

રીત

સૌપ્રથમ ગાજરને સ્વચ્છ પાણીથી ધોઈ લો અને તેની છાલ ઉતારો. ત્યાર બાદ તેને છીણી લો. હવે ગેસ પર પેન મૂકો અને તેમાં દૂધ ઉમેરો, છીણેલું ગાજર ઉમેરો અને મધ્યમ તાપ પર ચડવા દો. આ દરમિયાન દૂધ અને ગાજરને ચમચાની મદદથી હલાવતા રહો. જ્યારે ગાજરનું પાણી સુકાઈ જાય અને દૂધ ઘટ્ટ થઈ જાય, ત્યારે તેમાં ખાંડ અને ઘી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હલવામાં ખાંડ બરાબર ઓગળી જાય એટલે તેને સારી રીતે શેકી લો. ગાજર સારી રીતે શેકાઈ જાય એટલે તેમાં માવો મિક્સ કરો. માવાને મિક્સ કરતા પહેલા તેને બંને હાથથી સારી રીતે મેશ કરી લો. ત્યાર બાદ હલવાને સારી રીતે હલાવો. આ પછી, કાજુ, બદામ, પિસ્તા, કિસમિસ તેમાં ઉમેરો. આ પછી, મધ્યમ તાપ કરો અને તેમાં એલચી પાવડર ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો. હવે હલવાને બરાબર પાકવા દો. પાકી જાય એટલે ગેસ બંધ કરી દો. ગાજરનો હલવો તૈયાર છે.

FOLLOW US ON :
Share Our Post