દાઢમાં રહી જશે સ્વાદ, ઘરે જ બનાવો લીલી હળદરનું શાક

શિયાળાની શરૂઆત થઈ ચુકી છે. ગૃહિણીઓના રસોડામાં અવનવી શિયાળાની રસોઈ બનવા લાગી છે. ખાસ કરીને શિયાળામાં આવતી ભાજી અને અવનવા શાક શરી થઈ ચુક્યા છે. ત્યારે આજે આપણે બનાવીશુ શુદ્ધ દેશી ઘીમાં બનાવેલ સ્વાદિષ્ટ અને હેલ્ધી એવું લીલી હળદરનું શાક. આ શાકને તમે મકાઈ-બાજરીના રોટલા કે પછી કડકડી ભાખરી સાથે સર્વ કરો જમવાની ખુબજ મજા આવશે.

સામગ્રી:

500 ગ્રામ સૂકી ડુંગળીની પેસ્ટ
500 ગ્રામ ટમેટાની અધકચરી ગ્રેવી
500-750 ગ્રામ લીલી હળદર
500-750 ગ્રામ લીલું લસણ
250 ગ્રામ લીલા વટાણા
500 ગ્રામ ઘી
500 ગ્રામ દહીં
250 ગ્રામ આદું-મરચાની પેસ્ટ
200 ગ્રામ કોથમીર
મીઠુ, લાલ મરચું


રીત


સૌ પ્રથમ ઘી માં લીલી હળદર લાલાશ થાય ત્યાંસુધી સાંતળી લેવી (બળી ન થાય તેનુ ધ્યાન રાખવું.) આ હળદરને ધોઈને પછી સમારવી. સતત હલાવ્યા કરશો તો નીચે કડાઇમાં શાક ચોટશે નહી. પછી લસણ ઉમેરી સાંતળવું, સંતળાય જાય એટલે ડુંગળીની પેસ્ટ ઉમેરવી. પછી ટામેટાની ગ્રેવી ઉમેરવી. પછી વટાણા અને ગોળ ઉમેરી મિક્સ કરવું. ઘી છૂટું પડે એટલે આદું વાસણને અડે નહીં તેમ છૂટું છવાયું ભભરાવી 1-2 મિનીટ રાખી મરચાની પેસ્ટ ઉમેરવી. પછી જરૂર મુજબ મીઠુ, લાલ મરચું ઉમેરવું. છેલ્લે દહીં ઉમેરી બરાબર મિક્સ કરી દેવું. કોથમીર ઉમેરી ગાર્નિશ કરવું. લો, હવે તૈયાર છે હળદર. આ શાકને શિયાળામાં ઘીથી લથબથ હોવાથી ખુબજ ફાયદાકારક છે.

FOLLOW US ON :
Share Our Post