બેફામ કાર ચાલકે લીધો વૃદ્ધનો જીવ, પુત્રવધૂ ગંભીર રીતે ઇજાગ્રસ્ત

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે હાલ ગાંધીનગરના સરગાસણની પાસે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતીમા માહિતી અનુસાર ફુલ સ્પીડમાં બન્ને કાર ચાલકો અથડાયા હતા અને ગંભીર અકસ્માત થયો હતો. અલ્ટોકાર ચાલક અને તેમની સાથે બેસેલા વૃદ્ધાને ગંભીર ઇજાઓ થઇ હતી. પરંતુ કહેવાય છેને ભગવાન રૂપે આવીને કોઇને કોઇ મદદ કરી જાય. આવું જ કંઇ આ અકસ્માત વખતે થયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરના સરગાસણ ખાતે બે કાર વચ્ચે ગંભીર અકસ્તમાત થયો હતો. જેમા અલ્ટોકાર ચાલક અને તેમની સાથે બેસેલા વૃદ્ધને ગંભીર ઇજાઓ થઇ હતી. આ વચ્ચે અકસ્માત જોઇ ત્યાં હાજર માર્વેલ ગેરેજના વ્યક્તિ ઘટના સ્થળે પહોંચી 108ને બોલાવી ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. અલ્ટોકારમાં નિમિષા બેને અને વૃદ્ધ જયંતિ ભાઇ હતા. જેમા જયંતિભાઇનેં ગંભીર ઇજા થતા મોત નીપજ્યું હતું પરંતુ ગેરેજના વ્યક્તિએ માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ બતાવ્યું હતું.

અકસ્માત સમયે હાજર ગેરેજમાં કામ કરનાર વ્યક્તિએ માનવતા બતાવી બન્ને ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ મોકલ્યા હતા. સાથે જ જયંતિભાઇના ખિસ્સામાં રોકડ અને સોનાની ચેઇન સહિતની વસ્તુઓ પરિવારજનોને સોંપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ બતાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે અકસ્માતમાં જયંતિભાઇનું નિધન થયું છે. જ્યારે હાલ નિમિષાબેન સારવાર હેઠળ છે. જેઓની હાલત નાજુક છે. નિમિષા બેનને અકસ્માતમાં હાથ-પગ સિવાય માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ છે. જોકે,અકસ્માત કરનારની પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

FOLLOW US ON :
Share Our Post