MS ધોનીએ ફરી ફેન્સને ચોંકાવ્યા, CSKની અચાનક કેપ્ટન્સી છોડી, આ ખેલાડી બન્યો CSKનો કેપ્ટન

IPL 2024 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે મોટો ફેરફાર કર્યો છે. CSKએ રૂતુરાજ ગાયકવાડને નવો કેપ્ટન તરીકે જાહેર કર્યો છે. હવે મહેન્દ્ર સિંહ ધોની ટીમની કેપ્ટનશીપ નહીં કરે. ધોની લાંબા સમય સુધી ટીમનો કેપ્ટન રહ્યો. તેમની કપ્તાનીમાં CSKએ પાંચ વખત ખિતાબ પણ જીત્યો હતો. પરંતુ હવે તેઓ આ જવાબદારી સંભાળશે નહીં.

ધોનીનો કેપ્ટનશીપની સાથે સાથે બેટિંગમાં પણ સારો રેકોર્ડ છે. રૂતુરાજ પ્રતિભાશાળી ખેલાડી છે. આ કારણોસર મેનેજમેન્ટે તેમનામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તમને જણાવી દઈએ કે 27 વર્ષીય સ્ટાર ઓપનર ઋતુરાજ ગાયકવાડ ચેન્નાઈ ટીમના ચોથા કેપ્ટન હશે. ધોની ઉપરાંત આ પહેલા રવિન્દ્ર જાડેજા અને સુરેશ રૈના કેપ્ટનશીપ કરી ચુક્યા છે. ધોનીએ 212 મેચોમાં ચેન્નાઈ ટીમની કેપ્ટનશીપ કરી છે. જ્યારે જાડેજાએ 8 મેચમાં અને રૈનાએ 5 મેચમાં કેપ્ટનશિપ કરી હતી.

IPL પહેલા ધોનીના ફેન્સને મોટો ઝટકો લાગ્યો છે. ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી છોડી દીધી છે. હવે તેની જગ્યાએ ઋતુરાજ ટીમની કમાન સંભાળશે. ધોની આઈપીએલ 2008થી ટીમ સાથે છે. ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ અત્યાર સુધી પાંચ વખત ટાઈટલ જીતી ચુક્યું છે. CSK એ 2010, 2011, 2018, 2021 અને 2023 માં IPL ટાઇટલ જીત્યું હતું. CSKએ ગત સિઝનની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને હરાવ્યું હતું. ચેન્નાઈએ આ મેચ 5 વિકેટે જીતી લીધી હતી.

FOLLOW US ON :
Share Our Post