દેવીનીલ ફિલ્મ પ્રોડકશન ની આગામી ગુજરાતી ફિલ્મ “મુખી” સત્ય ઘટના પર આધારિત ગુજરાતી ફિલ્મ

🎬 ફિલ્મના નિર્માતા હસ્વીનકુમાર પટેલ અને સહનિર્માતા સવજીભાઈ સતાણી (અશોક સાઉન્ડ બોટાદ) છે.

🎥 આ ફિલ્મમાં ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા *જીત ઉપેન્દ્ર* મુખ્ય ભૂમિકામાં છે આ એક એવા અભિનેતા છે જે બોલીવુડ માંથી ગુજરાતી ફિલ્મમાં પણ કામ કરી રહ્યા છે… જ્યારે અન્ય સાથી કલાકારોમાં શુભલક્ષ્મી, ક્રિષ્ના ઝાલા, હિમાંશુ તૂરી, કરિશ્મા ખોજા અને વિલનની ભૂમિકામાં દિલીપ સોની અભિનય કરી રહ્યા છે.

સાથે જ ગુજરાતી ફિલ્મ અને નાટક ના જાણીતા અભિનેતા બિમલ ત્રિવેદી, ઈશ્વર સમીરકર, સૂર્યકીરણ રાવત અને જ્યેન્દ્ર મેહતા મહેમાન કલાકાર તરીકે અભિનય કરી રહ્યા છે.

આ ફિલ્મની વાર્તા નિર્માતા હસ્વીનકુમાર પટેલ ના પિતાજી કે જેઓ ગામના મુખી હતા અને તેઓએ દારૂબંધી વિશે લોકોને જાગૃત કરવાનું કાર્ય કર્યું હતું અને તેમાં તેમને કેટલી મુશ્કેલીઓ આવી હતી તેવી સત્યકથા પર આધારિત છે.

આ ફિલ્મના દિગ્દર્શક કલ્પેશ દેસાઈ છે જેઓ પણ ગુજરાતી ફિલ્મોના જાણીતા દિગ્દર્શક છે. સાથે 🎥 કેમેરામેન મુસ્તુફા મલિક અને 🎶 સંગીત કલીમ શેખનું છે જ્યારે ✒️ગીતકાર કાંતિ પટેલ છે.

💠 આ ફિલ્મને ગુજરાતી દર્શકો ને ૧૯/૦૪/૨૪ થી સીનેમાઘરો માં જોવા મળશે તેમ નિર્માતા હસ્વીનકુમાર પટેલે જણાવ્યું હતું.
તો સહકુટુંબ ફુલ ફેમિલી સાથે માણવા લાયક સુંદર મજાની ગુજરાતી ફિલ્મ છે તો bookmyshow પર જલ્દીથી બુક કરી લેશો ફરીથી ફિલ્મ સાથે સંકળાયેલ તમામ ટીમ વર્ગને ખૂબ ખૂબ અભિનંદન⚘️⚘️
મીડિયા તરીકે અને લોકોને આમંત્રણ હતું તો મીડિયા વતી સમગ્ર ટીમ ને અભિનંદન…

FOLLOW US ON :
Share Our Post