‘અનુપમા’ ફેમ એક્ટ્રેસની રાજકારણમાં એન્ટ્રી: રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ

ટીવી શો ‘અનુપમા’એ રૂપાલી ગાંગુલીને ઈન્ડસ્ટ્રીની ટોપની એક્ટ્રેસ બનાવી દીધી છે. આ સિરિયલમાં રૂપાલી ગાંગુલી ‘અનુપમા’ના રોલમાં છે, જે પોતાની એક્ટિંગને કારણે ઘર-ઘરમાં જાણીતી છે. 2020માં કોરોના મહામારી વચ્ચે શરૂ થયેલા આ શોએ ઘણા રેકોર્ડ તોડ્યા અને ‘સૌથી વધુ જોવાયેલા’ અને હવે દર્શકોનો ‘સૌથી વધુ પ્રિય’ શો બન્યો. આ શોને કારણે રૂપાલી ગાંગુલી હંમેશાં ચર્ચામાં રહે છે. જો કે આ સમયે તેના ચર્ચામાં આવવાનું કારણ તેની રાજનીતિમાં એન્ટ્રી છે. રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ ગઈ છે.

જો કે તે હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે તે લોકસભા ચૂંટણી 2024 લડશે કે નહીં, પરંતુ તેણે ભાજપમાં જોડાઈને ચર્ચાનું બજાર ચોક્કસપણે ગરમ કરી દીધું છે. અભિનેત્રી રૂપાલીએ વિનોદ તાવડે અને અનિલ બલુનીની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીનું સભ્યપદ લીધું છે.

રૂપાલી ગાંગુલીએ સૌપ્રથમ ‘સુકન્યા’માં કામ કર્યું હતું. આ શોમાં કામ કર્યા બાદ એક્ટ્રેસ ‘સંજીવની’માં જોવા મળી હતી. આ શોમાં કામ કરવા બદલ તેને ઈન્ડિયન ટેલિ એવોર્ડ્સમાં બેસ્ટ નેગેટિવ રોલ માટે નોમિનેશન પણ મળ્યું હતું. આ પછી રૂપાલી ગાંગુલી ‘ભાભી’, ‘કહાની ઘર ઘર કી’, ‘બિગ બોસ 1’ અને ‘અદાલત’ જેવા ઘણા શોમાં જોવા મળી હતી. જો કે, આ પછી પણ રૂપાલી ગાંગુલીને એક શાનદાર શોની જરૂર હતી, જે તેને અનુપમા દ્વારા મળી.

FOLLOW US ON :
Share Our Post