તો શું અમદાવાદ શહેરમાં આવતીકાલે પણ વરસાદ ભુક્કા કાઢશે, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?

અમદાવાદમાં બપોર બાદ ફરી વરસાદનું જોર વધ્યું છે. સતત એક કલાકથી અમદાવાદમાં તેજ પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. પૂર્વ અમદાવાદમાં પણ વરસાદની શરુઆત થઈ છે. નિકોલ,નરોડામાં ધીમી ધારે વરસાદની શરુઆત થઈ છે. ઘાટલોડિયા સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.

ભર શિયાળે અમદાવાદમાં પાણી ભરાવાની શરુઆત થઈ છે. શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાવાની શરુઆત થઈ ગઈ છે. ભર શિયાળે શહેરમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે. હવામાન વિભાગ અનુસાર માવઠાનો માર હજુ કાલે બપોર સુધી યથાવત રહેશે. કાલે બપોરે બે વાગ્યા બાદ માવઠાનું જોર ઘટવાની શક્યતા છે.

અમદાવાદ પશ્ચિમના તમામ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. એસજી હાઈવે, એસપી રિંગ રોડ વિસ્તારમાં વરસાદે બઘડાટી બોલાવી છે. સાણંદ, બાવળા અને દહેગામ,શિલજ,શેલા,શિવરંજની, એસજી હાઈવે, પકવાન, સેટેલાઈટ, પ્રહલાદનગર, શ્યામલ, જોધપુર, આનંદનગર, જીવરાજ પાર્ક સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.

સવાર બાદ સાંજે પણ માવઠાનો માર યથાવત છે. પવન અને ગાજવીજ સાથેના વરસાદથી રવિવારની મજા બગડી છે. ગામડામાં ખેતી, શહેરમાં રવિવારની મજા બગડી છે. હવામાન વિભાગે અમદાવાદ માટે યલો એલર્ટ આપ્યું છે. વરસાદના કારણે અમદાવાદ ગ્રામ્યમાં ખેતીને નુકસાન થયું છે

FOLLOW US ON :
Share Our Post