અમેરિકામાં ભારતીયોની હત્યાનો સિલસિલો યથાવત:રેસ્ટોરાંની બહાર ટેક કંપનીનાં કો-ફાઉન્ડરને માર માર્યો

​​​​​​અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં ભારતીય મૂળના એક વ્યક્તિનું મોત થયું છે. 41 વર્ષીય વિવેક તનેજા એક રેસ્ટોરન્ટની બહાર બેભાન હાલતમાં મળી આવ્યો હતો. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત થયું હતું.

મામલો 2 ફેબ્રુઆરીનો છે. પોલીસે હવે આ કેસ સાથે જોડાયેલી માહિતી આપી છે.

પોલીસે કહ્યું- 2 ફેબ્રુઆરીએ વિવેકની રેસ્ટોરન્ટની બહાર એક વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો. બંને વચ્ચે મારામારી થઈ હતી. અમે ત્યાં પહોંચ્યા તો વિવેક બેભાન અવસ્થામાં મળ્યો હતો. જમીન પર પટકાતાં તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. અહીં 5 દિવસ પછી 7 ફેબ્રુઆરીએ તેમનું મોત થયું હતું.

પોલીસ CCTV ફૂટેજના આધારે આરોપીને શોધી રહી છે. તેના પર 20 લાખ 75 હજાર રૂપિયાનું ઈનામ પણ રાખવામાં આવ્યું છે. હાલ આરોપીની ઓળખ થઈ શકી નથી. ઝઘડાનું કારણ પણ બહાર આવ્યું નથી. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. જ્યારે, વિવેક વર્જીનિયા રાજ્યનો રહેવાસી હતો. તે એક ટેક કંપનીનો માલિક હતો. તેના વિશે પણ વધુ માહિતી બહાર આવી નથી.

4 ફેબ્રુઆરીએ શિકાગોમાં એક ભારતીય વિદ્યાર્થી પર હુમલો થયો હતો. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં 3 હુમલાખોરો વિદ્યાર્થીનો પીછો કરતા જોવા મળ્યા હતા. આ પછી ત્રણેય તેને માર માર્યો અને ફોન છીનવીને ભાગી ગયા. વિદ્યાર્થી લોહીથી લથબથ જોવા મળ્યો હતો.

ઘટના બાદ કેટલાક લોકો સૈયદ મઝાહિર અલી (વિદ્યાર્થી)ની મદદ માટે આવ્યા હતા. મઝાહિરે તેને કહ્યું- ‘હું ખાવાનું લેવા ઘરેથી નીકળ્યો હતો. મેં ખાવાનું ખરીદ્યું અને ઘરે પરત જઈ રહ્યો હતો. ત્યારબાદ ત્રણ લોકો આવ્યા અને મારો પીછો કરવા લાગ્યા. તેણે મારા પર હુમલો કર્યો. જ્યારે લોકો એકઠા થવા લાગ્યા ત્યારે તેઓ મારો ફોન છીનવીને ભાગી ગયા.

FOLLOW US ON :
Share Our Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *