ટીમ ઇન્ડિયાની ઈંગ્લેન્ડ સામે ટેસ્ટમાં સૌથી મોટી જીત, આટલા રનથી જીતી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચોની ટેસ્ટ સીરીઝની ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 434 રનથી હરાવ્યું છે. આ ઐતિહાસિક જીત સાથે ટીમ ઈન્ડિયા આ સીરીઝમાં 2-1થી આગળ થઈ ગઈ છે. આ મેચમાં ભારતીય ટીમે ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું અને ઈંગ્લેન્ડને એકતરફી રીતે હરાવ્યું હતું. એક ક્ષણ માટે એવું લાગી રહ્યું હતું કે આ મેચ પાંચમા દિવસે ખતમ થઈ જશે, પરંતુ ટીમ ઈન્ડિયાની શાનદાર બોલિંગ સામે કોઈ પણ ઈંગ્લિશ બેટ્સમેન ટકી શક્યો નહીં અને 557 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે તેઓ 122ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગયા. ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાની આ સૌથી મોટી જીત છે.

રાજકોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 434 રને હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાએ તેની પ્રથમ ઈનિંગમાં 445 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડનો પ્રથમ ઇનિંગ 319 રન પર સમેટાઈ ગઇ હતી. ભારતે બીજી ઇનિંગમાં ચાર વિકેટે 430 રન બનાવ્યા હતા અને ઇનિંગ્સ ડિકલેર કરી હતી. ઈંગ્લેન્ડને 557 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જવાબમાં ઇંગ્લિશ ઇનિંગ્સ 122 રનમાં સમેટાઇ ગઇ હતી.

FOLLOW US ON :
Share Our Post