ચંદીગઢના મેયર મામલે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, ભાજપ સાથે ‘ખેલા’,આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારોને મેયર તરીકે જાહેર કર્યા

ચંદીગઢ ચૂંટણીમાં ‘ખેલા’ કરનાર ભાજપને મોટી લપડાક મળી છે. સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીના કુલદીપ કુમારને ચંદીગઢના મેયર જાહેર કરીને મહિના અગાઉનું રિઝલ્ટ રદબાતલ કર્યું છે. આમ આદમી પાર્ટીએ ગત મહિને થયેલી ચંદીગઢ મેયરની ચૂંટણીમાં હેરાફેરીનો આરોપ કરીને તેને સુપ્રીમમાં પડકાર્યો હતો જેની પર આજે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાનીવાળી ખંડપીઠે સુનાવણી કરીને ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહ દ્વારા રદબાતલ ઠેરવાયેલા 8 મતોને માન્ય ગણતાં કુલદીપ કુમાર મેયર પદે ચૂંટાઈ આવ્યાં હતા.

30 જાન્યુઆરી 2024ના રોજ થયેલી ચંદીગઢ મેયરની ચૂંટણીમાં રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહે 8 વોટ રદબાતલ કરી દેતાં ફક્ત 16 મતો વાળા ભાજપના મનોજ સોનકર મેયર પદે ચૂંટાઈ આવ્યાં હતા જ્યારે 20 વોટ હોવા છતાં પણ આપ-કોંગ્રેસના સંયુક્ત ઉમેદવારનો પરાજય થયો હતો.

ચંદીગઢ મેયરની ચૂંટણી 30 જાન્યુઆરીએ યોજાઈ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ-આપ ગઠબંધનને કુલ 20 વોટ અને ભાજપને 16 વોટ હતા. જો સંખ્યાત્મક તાકાત પર નજર કરીએ તો તે AAP અને કોંગ્રેસની તરફેણમાં હતી પરંતુ ભાજપે ચૂંટણી જીતી હતી. હકીકતમાં, રિટર્નિંગ ઓફિસરે કોંગ્રેસ-આપ ગઠબંધનના 8 મતો અમાન્ય જાહેર કર્યા હતા અને ભાજપના મનોજ સોનકરને વિજેતા જાહેર કર્યા હતા. આ અંગે ભારે હોબાળો થયો હતો. એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો હતો અને તેના આધારે આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે ઓફિસર અનિલ મસીહે બેલેટ પેપર સાથે ચેડા કર્યા છે.ચૂંટણી અધિકારી અનિલ મસીહને નોટિસ આપવામાં આવી છે.

FOLLOW US ON :
Share Our Post