સની દેઓલે અક્ષય કુમારને કરી હતી વિનંતી:’ગદર-2′ અને ‘OMG-2 ‘વચ્ચે ટક્કર નહોતો ઈચ્છતો સની દેઓલ

એક્ટર સની દેઓલ નહોતા ઈચ્છતા કે ‘ગદર-2’ અને અક્ષય કુમારની ફિલ્મ ‘OMG-2’ વચ્ચે ટક્કર થાય. આ માટે તેમણે અક્ષય સાથે વાત પણ કરી હતી. જો કે અક્ષય આ વાત સાથે સહમત ન થયો ન હતો. અક્ષયે કહ્યું કે તે મેકર્સના નિર્ણયથી આગળ કંઈ કરી શકે તેમ નથી.

સનીએ કહ્યું કે તે લાંબા સમય પછી એક ફિલ્મ લઈને આવ્યો છે, તેથી તે ઈચ્છતો હતો કે તેની ફિલ્મ સિંગલ તરીકે રિલીઝ થાય. જોકે, અક્ષય કુમાર અને ‘OMG-2’ના નિર્માતાઓને આ વાત ગણે ઉતરી ન હતી. સનીએ આ વાતો કરન જોહરને તેમના શો ‘કોફી વિથ કરન’માં કહી હતી.

સનીને ફિલ્મમાં ટક્કર થાય તે મંજુર ન હતું
‘કોફી વિથ કરન’ની નવી સીઝનના બીજા એપિસોડમાં સની દેઓલ અને બોબી દેઓલ મહેમાન તરીકે આવ્યા હતા. કરન જોહરે ‘ગદર 2’ની બ્લોકબસ્ટર સફળતા માટે સનીને અભિનંદન પાઠવ્યા હતા. આ દરમિયાન તેમણે ‘ગદર-2’ સાથે ‘OMG-2’ની ટક્કર અંગે ચર્ચા કરી હતી.

આ સવાલના જવાબમાં સનીએ કહ્યું- મેં ઘણા વર્ષોથી સફળતાનો સ્વાદ ચાખ્યો નથી. લાંબા સમય બાદ મારી ફિલ્મ રિલીઝ થઈ રહી છે. હું નહોતો ઈચ્છતો કે મારી ફિલ્મ સાથે બીજી કોઈ ફિલ્મ રિલીઝ થાય.

સનીએ આગળ કહ્યું- મેં તેમને (અક્ષય)ને કહ્યું હતું કે કૃપા કરીને એકવાર જુઓ કે તે તમારા હાથમાં છે કે નહીં. તેમણે કહ્યું કે મારા હાથમાં કંઈ નથી. સ્ટુડિયોનું કહેવું છે કે એક સાથે બે ફિલ્મો રિલીઝ થઈ શકે છે. મને થોડું ખરાબ લાગ્યું પણ મારે શું કરવું જોઈએ?

હું માત્ર વિનંતી કરી શકું છું, તેનાથી આગળ મારા હાથમાં કંઈ નથી. મેં કહ્યું હવે જે થાય છે તે જોવાનું બાકી છે. ખુશીની વાત એ છે કે બંને ફિલ્મોને સારો પ્રતિસાદ મળ્યો.

FOLLOW US ON :
Share Our Post