સલમાન ખાન પર ગમે ત્યારે થઈ શકે છે હુમલો:સુપરસ્ટારની બે વખત રેકી કરવામાં આવી

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ બોલીવુડ અભિનેતા સલમાન ખાન પર ગમે ત્યારે હુમલો કરી શકે છે. આ માટે બે વખત રેકી કરવામાં આવી છે. આ ચોંકાવનારો ખુલાસો લોરેન્સના નજીકના સંપત નેહરાએ કર્યો છે.

રાજસ્થાન પોલીસની ત્રણ એજન્સીઓએ નેહરાની પૂછપરછ દરમિયાન આ માહિતી મેળવી હતી. તેણે કહ્યું- લોરેન્સના સાગરિતો માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ ફેલાયેલા છે. આ ઉપરાંત તેણે પાકિસ્તાન સહિત વિવિધ દેશોમાં અત્યાર સુધીમાં 6થી વધુ હત્યાઓ પણ કરી છે.

સંપતે કહ્યું કે લોરેન્સ પાકિસ્તાનમાં પણ હત્યા કરાવી ચૂક્યો છે. હત્યા માટે તેના સાગરિતોને જીગ્ના પિસ્તોલ આપવામાં આવે છે. જે દિલ્હીથી મળે છે. દિલ્હીમાં ત્રણ જગ્યાએ તેના સાગરિતો હથિયાર ઉઠાવે છે. આ પછી તેમને લોકેશન પર ઉતારવામાં આવે છે. દરેક રાજ્યમાં દરેક કામ માટે યુવાનો કામ કરી રહ્યા છે. તેમની પાસે દરેક રાજ્યમાં 300થી 500 લોકોની ટીમો છે.

એજન્સીઓએ નેહરાની ચુરુમાં એક બિઝનેસમેન પાસેથી પૈસા માંગવાના મામલામાં પૂછપરછ કરી હતી. આ પછી તેને ભટિંડા જેલમાં ખસેડવામાં આવ્યો છે. હવે NIAની ટીમ નેહરાને રિમાન્ડ પર લઈ આ કેસમાં તેની પૂછપરછ કરશે.

FOLLOW US ON :
Share Our Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *