રાહુલ દ્રવિડ જ ટીમ ઈન્ડિયાના કોચ:T20 વર્લ્ડ કપ સુધી ટીમ સાથે જોડાયેલા રહેશે

રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના કોચ જ રહેશે. BCCIએ તેમનો કાર્યકાળ લંબાવ્યો છે. દ્રવિડનો બે વર્ષનો કાર્યકાળ વર્લ્ડ કપની ફાઈનલ સાથે પૂરી થઈ. આ પછી, બોર્ડ અને દ્રવિડ વચ્ચે ચર્ચા થઈ અને નિર્ણય લેવામાં આવ્યો કે દ્રવિડ ઓછામાં ઓછા T20 વર્લ્ડ કપ સુધી ટીમ સાથે જોડાયેલો રહેશે. T20 વર્લ્ડ કપ જૂનમાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનાર છે.

ટીમ ઈન્ડિયા 10 ડિસેમ્બર 2023થી 7 જાન્યુઆરી 2024 વચ્ચે ત્રણ T20, ત્રણ ODI અને બે ટેસ્ટ મેચ માટે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જશે. બોર્ડે કહ્યું છે કે આ અસાઇનમેન્ટ દરમિયાન દ્રવિડ ટીમની સાથે રહેશે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે દ્રવિડ પોતાનો કાર્યકાળ આગળ ચાલુ રાખવા માગતા નથી અને વીવીએસ લક્ષ્મણને દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે કોચ તરીકે મોકલવામાં આવી શકે છે.

BCCIના સચિવ જય શાહે ગયા અઠવાડિયે દ્રવિડ સાથે વાત કરી હતી, એમ BCCIના એક અધિકારીએ PTIને જણાવ્યું હતું. આ વાતચીત બાદ દ્રવિડે કોચ તરીકેનો કાર્યકાળ વધારવા માટે સંમતિ આપી હતી.

લક્ષ્મણનું શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત
VVS લક્ષ્મણ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના કામમાં ખૂબ જ વ્યસ્ત છે. તેમજ અંડર-19 વર્લ્ડ કપ પણ આવી રહ્યો છે. લક્ષ્મણ આ જવાબદારી નિભાવતા રહેશે. જો દ્રવિડ ભારતીય ટીમની કોઈપણ સોંપણીમાંથી બ્રેક લે છે, તો લક્ષ્મણ તેમની જગ્યાએ સ્ટોપ ગેપ વ્યવસ્થા હેઠળ કોચ બની શકે છે. લક્ષ્મણ આ પહેલા પણ આ રોલ કરી ચૂક્યો છે. હાલમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સાથે T20 સિરીઝ રમી રહી છે અને લક્ષ્મણ ટીમના કોચ છે.

દ્રવિડને 2021માં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા
રાહુલ દ્રવિડને નવેમ્બર 2021માં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. દ્રવિડનો બે વર્ષનો કાર્યકાળ વર્લ્ડ કપ સાથે પૂરો થયો. દ્રવિડના નજીકના લોકો કહેતા હતા કે તે પોતાનો કોન્ટ્રાક્ટ વધારવા ઈચ્છતો નથી. તેમણે બીસીસીઆઈના અધિકારીઓને આ વાતની જાણ કરી હતી, પરંતુ હવે જય શાહે તેમને મનાવી લીધા છે.

FOLLOW US ON :
Share Our Post