જમ્યા પછી તરત સૂઈ જતાં લોકો ચેતજો! BP-ડાયાબિટીઝ, ગેસથી બચવું હોય તો કરો આ કામ

રાત્રે જમ્યા પછી તરત જ ઊંઘી ન જવું જોઈએ. થોડી વાર માટે ચાલવું જોઈએ. ઘણા અભ્યાસોમાં એવું કહેવામાં આવ્યું છે કે ખોરાક ખાધા પછી તરત જ પથારી પર સૂવું એ તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી, પરતું તમારે ખોરાક ખાધા પછી થોડા સમય પછી ચોક્કસપણે ચાલવું જોઈએ. આમ કરવાથી તમને ઘણા ફાયદા થશે.

જમ્યા પછી ચાલવાના ફાયદા

પાચન
ખોરાક ખાધા પછી ચાલવાથી તમારી પાચન શક્તિ સુધરે છે. ખોરાક સરળતાથી પચી જાય છે અને ખોરાક ફૂડ પાઇપમાંથી બહાર નીકળતો નથી. જેનાથી એસિડિટી અને હાર્ટબર્નની સમસ્યામાં પણ રાહત મળે છે.

હાઈ બ્લડ પ્રેશર
જમ્યા પછી ચાલવાથી પણ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. ચાલવાથી બ્લડપ્રેશર નોર્મલ રહે છે અને બીપીની સમસ્યા નથી વધતી.

ડાયાબિટીસ
દરરોજ ચાલવાથી ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. ખાધા પછી ચાલવાથી ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે.સ્થૂળતા
રોજ ચાલવાથી સ્થૂળતા દૂર થાય છે. વજન નથી વધતું અને ખોરાક સરળતાથી પચી જાય છે. તેથી કબજિયાતની સમસ્યા નથી રહેતી.

ગેસ્ટ્રિક સમસ્યા
જમ્યા પછી ચાલવાથી ફૂડ પાઈપમાં ખોરાકને રિફ્લક્સ થતો અટકાવે છે. જેનાથી ગેસ્ટ્રિક સમસ્યામાં પણ રાહત મળે છે.

સારી ઊંઘ
જમ્યા પછી ચાલવાથી ઊંઘની ગુણવત્તા સુધરે છે અને શાંતિપૂર્ણ ઊંઘ આવે છે. ખાધા પછી ચાલવાથી, શરીર એન્ડોર્ફિન છોડે છે. જે તણાવનું સ્તર ઘટાડે છે અને સારી ઊંઘ મેળવવામાં મદદ કરે છે.સારું માનસિક સ્વાસ્થ્ય
જમ્યા પછી દરરોજ ચાલવાથી એન્ડોર્ફિન હોર્મોન્સ બહાર આવે છે. જે તમારું માનસિક સ્વાસ્થ્ય સુધારે છે. જે મૂડ સુધારે છે અને તણાવ પણ ઓછો કરે છે.

હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
દરરોજ ચાલવાથી હૃદયની તંદુરસ્તી પણ સુધરે છે. તેનાથી શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મદદ મળે છે. જેના કારણે હાર્ટ એટેકનો ખતરો પણ ઓછો થઈ જાય છે.

FOLLOW US ON :
Share Our Post