પાવરા એન્ટરટેઇન્મેન્ટ લાવી રહ્યું છે તેમની પાંચમી ગુજરાતી ફિલ્મ ” અજબ રાતની, ગજબ વાત “

આજકાલ ગુજરાતી ફિલ્મોનો વ્યાપ ઘણો વધી રહ્યો છે. અવનવા વિષયો પર ફિલ્મ બની રહી છે અને દર્શકો તેને પસંદ પણ કરી રહ્યાં છે. ઘણાં બૉલીવુડ અને ટેલિવિઝન કલાકારો ગુજરાતી ફિલ્મોમાં પોતાના અભિનયના ઓજસ પાથરી રહ્યાં છે. પાવરા એન્ટરટેઇન્મેન્ટ અને તેમના ફાઉન્ડર ડો. જયેશ પાવરા એ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે, જેઓએ અગાઉ “ધુંઆધાર”, “હું તારી હીર”, “ધ લિફ્ટ”, “કહી દેને પ્રેમ છે” તથા “વિંગ્સ ઓફ ફ્રીડમ” જેવી જૂદા- જૂદા વિષયો પર આધારિત ફિલ્મ પ્રોડ્યુસ કરી છે અને હવે તેઓ એક અનોખી ગુજરાતી ફિલ્મ ” અજબ રાતની, ગજબ વાત ” લઈને આવી રહ્યા છે. આ ફિલ્મમાં મુખ્ય કલાકારો તરીકે પ્રખ્યાત અભિનેતા ભવ્ય ગાંધી તથા પ્રતિભાશાળી અભિનેત્રી આરોહી પટેલ મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે. ભવ્ય તથા આરોહી પ્રથમવાર એક સાથે ફિલ્મી પરદે આવી રહ્યાં છે, જેઓ બંનેના ફેન ફોલોઈંગ્સ ઘણાં છે. ફિલ્મના ડિરેક્ટરની વાત કરીએ તો દિર્ગદર્શન પ્રેમ ગઢવી તથા કિલ્લોલ પરમાર દ્વારા કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પ્રેમ ગઢવી આ ફિલ્મ થકી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરી રહ્યા છે.

ભવ્ય ગાંધી તથા આરોહી પટેલ સિવાય આ ફિલ્મમાં દીપ વૈદ્ય, આરજે હર્ષ તથા આરજે રાધિકા પણ મુખ્ય ભૂમિકાઓમાં નજરે પડશે અને ફિલ્મની અન્ય કાસ્ટમાં જીનલ બેલાની,નિસર્ગ ત્રિવેદી, મોરલી પટેલ, તથા વિશાલ વૈશ્ય સમાવેશ થાય છે. ફિલ્મનું લેખનકાર્ય પ્રેમ ગઢવી, અદિતિ વર્મા તથા નિકિતા શાહ દ્વારા કરવામાં આવ્યું છે.

ફિલ્મની વાર્તાની વાત કરીએ તો ફિલ્મ કાર્તિક (ભવ્ય ગાંધી), પ્રણાલી (આરોહી પટેલ), તન્મય (દીપ વૈદ્ય), નિલય (આરજે હર્ષ) તથા કિંજલ (આરજે રાધિકા) આ તમામ લોકોની રોલર કોસ્ટર રાઇડ છે અને એક રાત્રિમાં માત્ર થોડા કલાકોમાં તેમના જીવનમાં કેવી રીતે બદલાવ આવે છે તે દર્શાવે છે. ભૂલથી થયેલી મુલાકાત મૂંઝવણ, હાસ્ય અને અણધાર્યા લાગણીઓથી ભરેલી રાત તરફ દોરી જાય છે. જેમ જેમ તેઓ આ અણધારી પરિસ્થિતિમાંથી પસાર થાય છે તેમ, વાર્તા સામાજિક ધોરણોને પડકારે છે, લિંગ સ્ટીરિયોટાઇપ્સને પ્રશ્ન કરે છે, અને સમકાલીન વિચાર પ્રક્રિયાઓને શોધે છે. મિસમેચ ગ્રુપની જર્ની પ્રેમ, મિત્રતા અને માનવીય જોડાણની જટિલતાઓને ઉઘાડી પાડે છે, જે આખરે હૃદયસ્પર્શી અને આશ્ચર્યજનક નિષ્કર્ષ તરફ દોરી જાય છે.
ગુજરાતી ફિલ્મ ” અજબ રાતની, ગજબ વાત ” ટૂંક સમયમાં જ દર્શકોને આકર્ષવા માટે તૈયાર છે. અમદાવાદ હેરિટેજ અને ટુરિઝમને પણ હાઈલાઈટ કરવામાં આવ્યા છે.

FOLLOW US ON :
Share Our Post