હવે ઘરે બેઠાં સરળ રીતે મેળવો અંબાજીનો મોહનથાળ-ચીકીનો પ્રસાદ,જાણો પ્રોસેસ

રાજ્યના દૂર દૂરના વિસ્તારમાં તેમજ દેશ-વિદેશમાં રહેતા માઈભક્તોને પ્રસાદ ઘેર બેઠા મળી રહે તે માટે આ ઓનલાઈન સેવા શરૂ કરાઇ છે. આ સેવાથી પ્રસાદનો ઓનલાઈન ઓર્ડર આપ્યા પછી માત્ર સાતથી દશ દિવસમાં પ્રસાદ ભાવિક ભક્તોના ઘરે મળી રહેશે. આ સેવામાં પ્રસાદનો ઓર્ડર આપનાર માઈભક્તો તેનું સ્ટેટસ પણ જાણી શકશે.અત્રે ઉલ્લેખનીય છે કે આ ઓનલાઇન સેવા કરનાર એજન્સી પ્રસાદનું પેકિંગ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી કરશે. જેનાથી પર્યાવરણના જતન સાથે રક્ષણ પણ થશે. આમ ભાવિક ભક્તોને ઘર સુધી પ્રસાદ પહોંચાડવાનું અંબાજી ટેમ્પલ દ્વારા આયોજન કરાયું છે.

વો જાણીએ ઓનલાઈન પ્રસાદ ઓર્ડર કરવાની સંપૂર્ણ પ્રક્રિયા

સૌ પ્રથમ તો www.ambajitemple.in સર્ચ કરશો એટલે હોમપેજ ખુલશે.
જેમાં પ્રસાદનું ઓનલાઈન ઓપ્શન પર ક્લિક કરશો એટલે મોહનથાળ અને ચીકી બે ઓપ્શન આવશે
ત્રીજા સ્ટેપમાં ખરીદી પર ક્લિક કરતા Sign UP કરવાનું રહેશે. જેમાં વિગતો ભર્યા બાદ એક OTP આવશે.
ચોથા સ્ટેપમાં મોબાઈલ નંબર અને પાસવર્ડ નાંખી Login કરવાનું રહેસે.
પાંચમાં સ્ટેપમાં પ્રસાદની કિંમત, ડીલીવરી ચાર્જ, તારીખ અને એડ્રેસ બતાવશે.
છઠ્ઠા સ્ટેપમાં એડ ન્યૂ એડ્રેસમાં નામ-સરનામાી વિગતો એડ કરવાની રહેશે.
જે બાદ સાતમાં અને છેલ્લા સ્ટેપમાં ઓનલાઈન પેમેન્ટ કરતા આપનો ઓર્ડર કન્ફર્મ થઈ જશે.

આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટર વરૂણકુમાર બરનવાલ, પ્રાંત અધિકારી સિદ્ધિ વર્મા સહિત અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

FOLLOW US ON :
Share Our Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *