અમદાવાદ શહેરની એક નામાંકિત હોટલની બેદરકારી સામે આવી છે. અહીં સેન્ડવિચમાંથી જીવાત નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો.
અમદાવાદ શહેરની નામાંકિત હોટેલની ઘોર બેદરકારી સામે આવી છે. રામદેવનગર પાસે આવેલી કોર્ટીયર્ડ મેરિયટ હોટલની સેન્ડવિચમાંથી જીવાત નીકળતા ગ્રાહકે હોટલ મેનેજમેન્ટ સામે ફરિયાદ કરતા હોબાળો મચાવ્યો હતો તેમણે જીવાતનો વીડિયો પણ મોબાઇલ કેમેરાથી કેપ્ચર કરીને વાયરલ કર્યો હતો.ગ્રાહકે સેન્ડવિચનો ઓર્ડર આપ્યો હતો. સેન્ડવિચમાંથી જીવાત નીકળતા ગ્રાહકે હોટલના સંચાલકને ફરિયાદ કરી હતી જો કે ફરિયાદનો સંતોષકારક જવાબ ન મળતા આખરે ગ્રાહકે ઉગ્ર રજૂઆત કરતા ઘટનાનો વીડિયો ઉતાર્યો અને તેને વાયરલ કરી દીધો. ગ્રાહકની ફરિયાદને ગંભીરતાથી ન લેવાતા રોષે ભરાયેલા ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો.
ગ્રાહકે ગ્રીલ સેન્ડવિચ ઓર્ડર કરી હતી, જેનું બિલ જીએસટી સાથે 413 આવ્યું હતું.એક સેન્ડવિચના આટલા રૂપિયા ચૂકવવા છતાં પણ ગ્રાહકને જીવાતવાળી સેન્ડવિચ મળી. રેસ્ટોરન્ટની ઘોર બેદરકારીની ઘટનાનો પર્દાફાશ આ વીડિયો દ્રારા થયો છે