શેરબજારનું માર્કેટકેપ પહેલીવાર આટલા લાખ કરોડ ડોલરને પાર:હવે વિશ્વમાં પાંચમા ક્રમે

ભારતીય શેરબજારે એક નવો માઇલસ્ટોન સિદ્ધ કર્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટકેપ 29 નવેમ્બરે પ્રથમ વખત 4.1 ટ્રિલિયન ડોલર, એટલે કે 330 લાખ કરોડને પાર કરી ગયું હતું. આ વર્ષની શરૂઆતથી એમાં $600 બિલિયનનો વધારો થયો છે. જોકે બેન્ચમાર્ક સેન્સેક્સ 15 સપ્ટેમ્બરના તેના રેકોર્ડ હાઇથી લગભગ 2% નીચે છે.

આજે સેન્સેક્સ 500 પોઈન્ટથી વધુ વધીને 66,600ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે અને નિફ્ટી પણ લગભગ 140 પોઈન્ટના વધારા સાથે 20,000ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સના 25 શેરો વધ્યા હતા અને 5 ઘટ્યા હતા. M&M અને વિપ્રો ટોપ ગેઇનર્સ છે.

સૌથી મોટો ઘટાડો નેસ્લે અને ટાઇટનમાં જોવા મળ્યો છે. ઈન્ડિયા રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (IREDA)નો શેર આજે NSE અને BSE બંને સ્ટોક એક્સચેન્જમાં 56.25% વધીને રૂ. 50 પર લિસ્ટ થયો હતો. એની ઈસ્યુ કિંમત 32 રૂપિયા હતી.4 ટ્રિલિયન ડોલરથી વધારે કેપ સાથે ભારતીય શેરબજાર દુનિયામાં પાંચમા નંબરનું બન્યું છે. પ્રથમ ચાર નંબર પર ક્રમશ અમેરિકા, ચીન, જાપાન અને હોંગકોંગનાં શેરબજાર સ્થાન ધરાવે છે. પાછળનાં બે વર્ષમાં ભારતીય શેરબજાર ઝડપથી ગતિ કરી રહ્યું છે અને ઓછા સમયમાં આ એક નવો મુકામ હાંસલ કર્યો છે.

છેલ્લાં 20 વર્ષમાં BSEની માર્કેટ વેલ્યુમાં 33 ગણો વધારો જોવા મળ્યો છે, સપ્ટેમ્બર 2003માં 10 લાખ કરોડ રૂપિયા હતો. બીજી તરફ, શેરબજારના બીજા ઇન્ડેક્સ નિફ્ટી-50એ પણ આ વર્ષે નવા રેકોર્ડ બનાવ્યા અને સપ્ટેમ્બર 2023માં 20,000નો આંકડો પાર કર્યો હતો.

FOLLOW US ON :
Share Our Post