સાચવજો ગુજરાતીઓ:રાજ્યમાં આકાશી વીજળી કહેર બનીને ત્રાટકી, 19 થી વઘુ લોકોના કરૂણ મોત

 

રાજ્યમાં કમોસમી વરસાદના કારણે વીજળી પડતા 20 લોકોના મોત નિપજ્યા હોવાની વિગતો મળી રહી છે અને 50થી વધુ પશુના મૃત્યુ થયા છે. આ ઉપરાંત તુવેર, કપાસ, ગુવાર, કાપેલા ડાંગરના પાકને પણ ભારે નુકસાન થયું છે. લગ્નસરાનો પ્રારંભ થયા છે  ત્યાં જ વરસાદ ત્રાટકતાં પાર્ટી પ્લોટમાં લગ્ન લેનારાઓને તાકીદે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની ફરજ પડી હતી.

વીજળી પડતા 20 લોકોના મોત જેમાં 14  લોકોની ઓળખ થઇ 

1) સુરતમાં ડુમસના દરિયા કિનારે 17 વર્ષના તરુણનું મોત

2) દાહોદના ઊરાવાણીયા ગામે 35 વર્ષના યુવાનનું મોત, બાળકી ઘાયલ

3) દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના બારા ગામે 11 વર્ષના બાળકનું મોત, યુવાન ઘાયલ

4) સુરેન્દ્રનગરના ચુડાના ભાણેજડા ગામે એકનું મોત

5) તાપીના સોનગઢના ગુંદી ગામે ખેતરમાં કામ કરતી મહિલા અને એક નું મોત ખાંભાલા ગામે ખેતીકામ કરતા શ્રમિકનું મોત

6) બનાસકાંઠાના પાંથાવાડાના આરખી ગામે યુવાનનું મોત

7) ભરૂચના હાંસોટમાં માછીમારી કરવા ગયેલા દાદી અને પૌત્રનું મોત

8) અમદાવાદના બાવળાના કાવિઠા ગામે યુવાનનું મોત

9) અમદાવાદના વિરમગામના નળકાંઠાના કુમારખાણા ગામે ખેડૂતનું મોત

10) અમદાવાદના ધોલેરાના દેવપુરા ગામે યુવાનનું મોત

11) બનાસકાંઠાના વાવના મોરિખાગામે 6 વર્ષની બાળકીનું મોત

12) અમરેલીન જાફરાબાદના રોહિસા ગામે વીજળી પડતા યુવાનનું મોત

13) બોટાદના બરવાળાના હેબતપુરમાં એકનું મોત

14) મહેસાણામાં કડીના શિયાપુરામાં યુવકનું મોત

ગુજરાતમાં વીજળી પડવાથી ૧5થી વધુ વ્યક્તિના મૃત્યુ થયા છે.જેમાં ઉત્તર ગુજરાત-મધ્ય ગુજરાતમાંથી 4-4, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાંથી 3, અમદાવાદ-ખેડામાંથી 1-1 મૃત્યુનો સમાવેશ થાય છે. વીજળી પડવાથી પશુઓના પણ મોત થયા છે.

FOLLOW US ON :
Share Our Post