અમદાવાદમાં દિનેશ હોલ ખાતે જૈન રિલીફ ફાઉન્ડેશન દ્વારા JRF હેલ્થ કાર્ડ નું લોન્ચિંગ કરવામાં આવ્યું

ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના આશીર્વાદથી તેમજ બેસ્ટ શુભ આશિષથી JRF હેલ્થ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું. જીવન હે બહુ અનમોલ જીવ છે જેમાં સ્વાસ્થ્યનું બહુ મોટું રોલ હોય છે.આજના સમયમાં ઘણા બધાને સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓ હોય છે. જેમાં કેન્સર, કિડની, હાર્ટની લાગતી બીમારીઓ, હાઇપર ટેન્શન, ડાયાબિટીસ જેવી બીજી અન્ય ઘણી બીમારીઓ હોય છે.આ બીમારીથી સાજા થવા માટે ડાયગ્નોસ્ટિક લેબ અથવા હોસ્પિટલ જવું પડે છે. તેમજ સારવાર માટે બિલ ના રૂપિયા મધ્યમ વર્ગ ઘણી વાર ચૂકવી શકતી નથી. જેને ધ્યાનમાં રાખીને જૈન રિલીફ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ ખાતે એક અનોખી પહેલ રચવામાં આવી છે.

 

આ શુભ અવસરે ગુજરાત હાઇકોર્ટ અને ઓડિશા હાઇકોર્ટ ના ચીફ જસ્ટિસ કલ્પેશભાઈ ઝવેરી સાહેબ તેમજ અમદાવાદના જૈન સંઘના હોદ્દેદારો તેમજ કમિટી મેમ્બર, સપોર્ટ પણ હાજર રહેલ હતા. એચબી કાપડિયા ગ્રુપના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મુક્તાકભાઈ કાપડિયા તેમજ જૈન રીલીફ ફાઉન્ડેશનના પ્રશાંતભાઈ કોચેટા, પવનભાઈ કટારીયા , પ્રમોદભાઈ, રાજેન્દ્રભાઈ તેમજ JRF ફાઉન્ડર ના બીજા કોડીનેટર પણ હાજર રહેલા હતા. અમદાવાદના જીનાજ્ઞા જૈન સંઘ ગ્રુપના કાર્યકર્તા તેમજ આગેવાન પણ ઉપસ્થિત રહ્યા હતા.

દરીયાપુર વિધાનસભાના ધારાસભ્ય કૌશિકભાઈ જૈન , ભારતીય જનતા પાર્ટીના કર્ણાવતી મહાનગર પ્રમુખ અને એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિતભાઇ શાહ, એક્સ કોર્પોરેટર ફાલ્ગુનીબેન શાહ , ડોક્ટર ભૂપેશભાઈ શાહ હાજર રહેલ હતા, આ પ્રેસ કોન્ફરન્સમાં JRF હેલ્થ કાર્ડ ઓનલાઇન તેમજ ઓફલાઈન લોન્ચ કરવામાં આવ્યું હતું. તેની વિગતવાર માહિતી પણ આપવામાં આવી હતી.

FOLLOW US ON :
Share Our Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *