ક્રિકેટ જગતનો સૌથી બેસ્ટ બોલર બન્યો જસપ્રીત બુમરાહ , ICC ટેસ્ટ રેન્કિંગમાં અવલ્લ, બનાવ્યો આ રેકોર્ડ

ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ નંબર 1 બોલર બની ગયા છે. આજે ICC ટેસ્ટ રેન્કિંગ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જસપ્રીત બુમરાહ 3 ખેલાડીઓને પછાડીને નંબર 1 પર આવી ગયા છે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ પહેલા જસપ્રીત બુમરાહ ICC રેન્કિંગમાં ચોથા નંબર પર હતા. અગાઉની બે ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહે 15 વિકેટ લીધી હતી અને હવે નંબર 1 પોઝિશન પર આવી ગયા છે. ઉપરાંત બુમરાહે વધુ એક વર્લ્ડ રેકોર્ડ પોતાને નામ કરી લીધો છે.

જસપ્રીત બુમરાહે ટેસ્ટ મેચમાં નંબર 1 વન સ્થાન મેળવ્યું છે. બુમરાહ ક્રિકેટના ઈતિહાસમાં પહેલા એવા બોલર છે જેમણે તમામ ફોર્મેટમાં પહેલા નંબરે આવે છે. જસપ્રીત બુમરાહ વનડે અને T20માં પહેલા નંબર પર હતા અને હવે ટેસ્ટ મેચમાં પણ આ સ્થાન મેળવ્યું છે. બુમરાહ ICC ટેસ્ટ રેન્કિંગમાં પહેલા નંબર પર પહોંચનાર પહેલા ભારતીય બોલર બની ગયા છે.

જસપ્રીત બુમરાહ તેમની જ ટીમના સ્ટાર બોલર આર.અશ્વિનને પાછળ છોડીને આગળ આવી ગયા છે. આર.અશ્વિન ઘણા સમયથી નંબર 1 ટેસ્ટ બોલર હતા અને હવે તેઓ ત્રીજા નંબર પહોંચી ગયા છે. આ લિસ્ટમાં કાગિસો રબાડા બીજા નંબરે અને પેટ કમિન્સ ચોથા નંબરના સ્થાન પર છે.

બુમરાહનો કમાલ
જસપ્રીત બુમરાહે હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમમાં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં શાનદાર બોલિંગ કરી છે. બુમરાહે 4 ઈનિંગમાં 15 વિકેટ લીધી હતી. વિશાખાપટ્ટનમમાં રમાયેલ ટેસ્ટ મેચમાં પહેલી ઈનિંગમાં 6 વિકેટ લીધી. જસપ્રીત બુમરાહ બીજી ટેસ્ટ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યા હતા. જસપ્રીત બુમરાહનું ટેસ્ટ કરિઅર કમાલનું રહ્યું છે. બુમરાહે 34 ટેસ્ટ મેચમાં 20.19ની સરેરાશથી 155 વિકેટ લીધી છે. બુમરાહે ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા સામેની તમામ ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. બુમરાહે ભારતીય પિચ પર પણ 6 મેચમાં 29 વિકેટ લીધી છે.

FOLLOW US ON :
Share Our Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *