ભારત ચોથી મોટી ઇકોનૉમી બનવા તરફ, પ્રથમ વખત GDP 4 લાખ કરોડ ડૉલરને પાર!

ભારતીય અર્થવ્યવસ્થાને લઇને દાવો કરવામાં આવ્યો કે પ્રથમ વખત ભારતની GDP ચાર લાખ કરોડ (4 ટ્રિલિયન) ડૉલરને પાર કરી ગઇ છે. ભારત વિશ્વની ચોથી સૌથી મોટી ઇકોનોમી બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. જોકે, આ દાવા પર નાણા મંત્રાલય તરફથી કોઇ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એક્સ પર દેશોની GDP રેન્કિંગ સાથે એક તસવીર શેર કરી હતી, તેમના અનુસાર ભારતીય GDPનો આકાર ચાર લાખ કરોડ ડૉલરને પાર કરી ગયો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2025 સુધી દેશની અર્થવ્યવસ્થાને 5 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે. એસએન્ડપી ગ્લોબલ ઇન્ડિયા મેન્યૂફેક્ચરિંગે તાજેતરમાં કહ્યું હતું કે ભારતની GDP 2030 સુધી જાપાનથી આગળ નીકળી શકે છે, તેનાથી ભારત વિશ્વની ત્રીજી અને એશિયામાં બીજી સૌથી મોટી ઇકોનોમી બની જશે. એસએન્ડપી ગ્લોબલ અનુસાર 2023ના સમય અને 2024માં સતત ઝડપી વિસ્તારનું અનુમાન છે. આ ઘરેલુ ડિમાન્ડમાં મજબૂત વૃદ્ધિ પર આધારિત છે. ભારતની GDP 2030 સુધી વધીને 7,300 અરબ અમેરિકન ડૉલર થવાનું અનુમાન છે.

IMF અને ગોલ્ડમેન સેશના અનુમાનો અનુસાર 2075 સુધી ભારત ઇકોનોમી મામલે અમેરિકા કરતા આગળ થઇ શકે છે. ભારત 2075 સુધી વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે, માત્ર ચીન તેનાથી આગળ રહેશે. IMFના અનુમાન અનુસાર 2027માં અમેરિકા અને ચીન પછી ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી ઇકોનોમી હશે.

ટોપ-5 દેશની GDP

અમેરિકા-26.70
ચીન- 19.24
જાપાન- 4.39
જર્મની- 4.28
ભારત-4

FOLLOW US ON :
Share Our Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *