ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેઈન સ્ટ્રોક:રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં ICUમાં સારવાર હેઠળ

કૃષિમંત્રી રાઘવજી પટેલની અચાનક તબિયત લથડતાં તેમને રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે. તેમને બ્રેઇન સ્ટ્રોક આવતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. તેઓ જ્યારે જામનગરના બેરાજામાં ગાંવ ચલો અભિયાનમાં કાર્યરત હતા આ સમયે તેમને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો.

બ્રેઈન સ્ટોકથી રાઘવજી પટેલને આંખમાં અસર થયાની માહિતી મળી છે. CM ગઈકાલ રાતથી રાઘવજીભાઈના પરિવારજનોના સંપર્કમાં હતા. રાઘવજીભાઈના અંગત મદદનીશ સાથે પણ CM સતત સંપર્કમાં હતા.

હાલ રાઘવજીભાઈ પટેલની હાલ તબિયત સુધારા પર હોવાનું હોસ્પિટલ સૂત્રો દ્રારા જાણવા મળ્યું છે. રાઘવજી પટેલની તબિયતની જાણ થતાં રાત્રે MLA રમેશ ટિલાળા, ભાજપ શહેર પ્રમુખ હોસ્પિટલ પહોંચ્યા હતા. ભાજપના અગ્રણીઓ પણ રાત્રે પહોંચ્યા હોસ્પિટલ ખબર અંતર પૂછવા પહોંચ્યા હતા.

FOLLOW US ON :
Share Our Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *