તહેવારો પર કોર્પોરેશન જલસામાં પશુઓ રસ્તામાં!અમદાવાદમાં 14 મહિનાના બાળક પર શ્વાનનો હુમલો

અમદાવાદ શહેરમાં શ્વાનના ખસીકરણના દાવાના ફરી એક વખત ધજાગરા ઉડ્યા છે. જુહાપુરા વિસ્તારમાં 14 માસ બાળક ઘરના દરવાજા પાસે રમતું હતુ. આ દરમિયાન રખડતા શ્વાને હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતા જ આસપાસના સ્થાનિકો દોડી આવ્યા અને બાળકને શ્વાનના મુખમાંથી બચાવ્યુ હતું. શ્વાનના હુમલામાં બાળકને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યુ છે. બાળક પર હુમલાની આ પ્રથમ ઘટના નથી. પાંચ મહિના પહેલા જુહાપુરામાં સોનલ સિનેમા પાસે કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા શ્રમિકના બાળક પર શ્વાને હુમલો કર્યો હતો.

અમદાવાદમાં રખડતા ઢોરનો જમાવડો

હાઈકોર્ટની અંતિમ ફટકાર છતાં અમદાવાદ કોર્પોરેશન સુધરવા તૈયાર નથી. કેમ કે તહેવારમાં કામગીરી ઢીલી પડતા ફરી એક વખત રસ્તે પશુઓ જોવા મળ્યા છે. રખડતા ઢોર અને રખડતા શ્વાનને ડામવા ચાર એજન્સીઓને કોર્પોરેશને કામગીરી સોંપી છે. પરંતુ આ કામગીરી માત્ર કાગળ પર જ હોય એમ લાગે છે. એબીપી અસ્મિતાએ શહેરના જોધપુર, સેટેલાઇટ, પ્રહલાદનગર, આનંદનગર વિસ્તારમાં રિયાલિટી ચેક કર્યું. તો અનેક સ્થળો પર રખડતા શ્વાન નજરે પડ્યા. આટલું જ નહીં રાહદારીઓને કનડગત થાય તે રીતે નજરે પડ્યા હતા. આમ, કોર્પોરેશન ભલે દાવા કરે પરંતુ જમીની વાસ્તવિક્તા અલગ જ છે.

FOLLOW US ON :
Share Our Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *