IPL 2024માં ધોની CSKનો કેપ્ટન રહેશે કે નહીં અને હાર્દિક પંડ્યા ગુજરાતમાં રહેશે કે નહીં થઈ ગયું નક્કી જાણો અહીં ક્લિક કરી

ભારત દેશમાં ભૂતપૂર્વ ઈન્ડિયન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ IPLની આ સિઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)નું નેતૃત્વ કરશે, જ્યારે હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સ (GT)ની આગેવાની કરતો જોવા મળશે. IPL ફ્રેન્ચાઇઝીએ 2024 માટે રિટેઇન કરાયેલા અને રિલિઝ કરાયેલા ખેલાડીઓની તેમની સંબંધિત યાદીઓ જાહેર કરી છે. રવિવાર રિટેન્શન અને રિલીઝની છેલ્લી તારીખ હતી. આ સિઝનમાં બે મોટા ટ્રેડ થયા છે.

આમાં RCBએ શાહબાઝ અહેમદના સ્થાને SRHના મયંક ડાગરને, જ્યારે LSGએ આવેશ ખાનના સ્થાને RRના દેવદત્ત પદ્દીકલને સામેલ કર્યા.

બેન સ્ટોક્સ, જો રૂટ, શાર્દૂલ ઠાકુર અને જો રૂટ જેવા ખેલાડીઓને આ સિઝન માટે રિલીઝ કરી દેવાયા છે, જેનો અર્થ છે કે આ તમામના નામ 19 ડિસેમ્બરે યોજાનારી ઓક્શનમાં જશે.

રાજસ્થાન રોયલ્સ ટીમે આગામી સિઝન માટે જો રૂટ, જેસન હોલ્ડર અને ઓબેડ મેકકોયને રિલીઝ કર્યા છે, જ્યારે કેપ્ટન સંજુ સેમસન, શિમોરન હેટમાયર અને યશસ્વી જયસ્વાલ જેવા ખેલાડીઓને જાળવી રાખવામાં આવ્યા છે.

FOLLOW US ON :
Share Our Post