આ દિવસથી ગુજરાતમાં શરૂ થશે કાળઝાળ ગરમી! હવામાન ખાતાની ઠંડીની આગાહી વચ્ચે અંબાલાલની મોટી આગાહી આવી સામે

ગુજરાતમાં પહેલીવાર એવું જોવા મળ્યું કે, ફેબ્રુઆરી મહિનામાં ડિસેમ્બરવાળી ફુલગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.   હવામાન વિભાગે ભારતના 16 રાજ્યો માટે હળવાથી અતિભારે વરસાદની અને બે રાજ્યોમાં શીત લહેરનું એલર્ટ આપ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ શીત લહેરનું મોજું ફરી વળ્યું છે. ગુજરાતમાં હજી કાતિલ ઠંડીનો ગાળો રહેશે. ગુજરાતના અનેક શહોરોમાં ઠંડીનો પારો ગગડ્યો. સુસવાટા મારતાં પવનો સાથે ઠંડીનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે. પવનની સાથે પારો પણ ગગગડી રહ્યો છે. સવારે અને સાંજ પછી ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે.

તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે 12 ફેબ્રુઆરી સુધીમાં વહેલી સવારે અને રાતના ભાગોમાં તાપમાન ઘટશે. આ દરમિયાન ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. 15થી 16 ફેબ્રુઆરીના ફરી તાપમાન વધશે. ધીરે ધીરે 15 ફેબ્રુઆરીથી ગરમીની શરુઆત થઈ હોય તેવું લાગશે. 19થી 22 ફેબ્રુઆરીના વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો અહેસાસ થશે. ઉનાળું પાકના વાવેતર માટે સાનુકુળ વાતાવરણ થતું જશે.

અરબી સમુદ્રમાંથી ભેજ આવવાને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યના અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જેને કારણે 12 ફેબ્રુઆરી સુધી ફરી એકવાર શિયાળા જેવો માહોલ જોવા મળી શકે છે. જેમાં લઘુત્તમ અને મહત્તમ બન્ને તાપમાનમાં ઘટાડો નોંધાવાની શક્યતાઓ છે. મહત્તમ પવનની ગતિ આગામી 5 દિવસ સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે. અંદાજીત 12-16 કિમી/કલાક સુધીની રહેવાની શક્યતા છે. તા. 10 ફેબ્રુઆરી દરમિયાન પવનની દિશા અગ્નિ, તેમજ તા. 11-14 ફેબ્રુઆરી દરમિયાન વાયવ્ય થી નૈરુત્ય રહેવાની શક્યતા છે.

FOLLOW US ON :
Share Our Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *