ઠંડીની વચ્ચે હવે ગુજરાતમાં આ તારીખે પડશે વરસાદ, માવઠાની આગાહીથી ખેડૂતોમાં ચિંતા વધી

વધતી ઠંડીની વચ્ચે હવે ગુજરાતીઓ માટે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હાલમાં જ આગાહી કરવામાં આવી છે કે, ગુજરાતમાં વધુ એક મોટું માવઠું થઇ શકે છે. માવઠાના કારણે રાજ્યમાં ખેડૂતોની સ્થિતિ વધુ કથળી શકે છે.

હાલમાં મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં આગામી ટુંક સમયમાં માવઠુ થવાની શક્યતા છે. ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના ખેડૂતો માટે આ સૌથી મોટા માઠા સમાચાર છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 25 અને 26 નવેમ્બરે રાજ્યમાં માવઠુ થઇ શકે છે, પશ્ચિમ બંગાળ અને અરબી સમુદ્રમાં ભેજના કારણે રાજ્યમાં વરસાદની સ્થિતિ પેદા થઇ છે, અને આ કારણે કેટલાય ભાગોમાં માવઠુ થવાનુ પુરેપુરી શક્યતા છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યના કેટલાક વિસ્તારમાં માવઠાની આગાહી છે. માવઠાની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ખેડૂતોને સૂચના આપવામાં આવી છે કે, ખેતરમાં પડેલા પાકને ઢાંકીને રાખવો, જેથી નુકસાન નહીંવત થાય.

FOLLOW US ON :
Share Our Post