કેરિંગ્ટન ફેમિલી સલૂને અમદાવાદમાં બીજી બ્રાન્ચ શરૂ કરી, વધુ સાત બ્રાન્ચ ખોલવાની યોજના

 

અમદાવાદ – બ્યૂટી અને વેલનેસ ઉદ્યોગમાં જાણીતા કેરિંગ્ટન ફેમિલી સલૂને રવિવારે માનવંતા ગ્રાહકો, મૂલ્યવાન ભાગીદારો અને સ્થાનિક સમુદાયના સભ્યોની હાજરીમાં અમદાવાદમાં તેની બીજી બ્રાન્ચનું ઉદ્ઘાટન કર્યું હતું જે આ યુનિસેક્સ બ્રાન્ડ માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે.

આ નવી ખૂલેલી બ્રાન્ચ હેર, સ્કીન, નેઇલ અને સ્પા ટ્રીટમેન્ટ્સને લગતી વિવિધ વ્યાપક સર્વિસ પૂરી પાડે છે. બેઝિક ગ્રૂમિંગથી માંડીને કસ્ટમાઇઝ્ડ નેઇલ આર્ટ ડિઝાઈન્સ અને સ્પેશિયલાઇઝ્ડ હેર કેર ટ્રીટમેન્ટ્સ સહિતની એડવાન્સ્ડ ટ્રીટમેન્ટ્સ સાથે કેરિંગ્ટન ફેમિલી સલૂન તેના ગ્રાહકોની વિવિધ જરૂરિયાતો સંતોષવાનો ઉદ્ધેશ્ય ધરાવે છે.

કેરિંગ્ટન ફેમિલી સલોનના ઑનર નિશા કે મકવાણાએ જણાવ્યું હતું કે “વાઇબ્રન્ટ થલતેજ વિસ્તારમાં અમારી અત્યંત પ્રતિક્ષિત નવી બ્રાન્ચના ઉદ્ઘાટન સાથે અમારા અગ્રણી બ્યૂટી અને વેલનેસ સોલ્યુશન્સ તથા સર્વિસીઝ ગ્રાહકો સુધી લાવતા અમે રોમાંચિત છીએ. અમે અમારા ગ્રાહકોને સંપૂર્ણ અને પર્સનલાઇઝ્ડ બ્યૂટી અને વેલનેસ અનુભવ પૂરો પાડવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે ટૂંક સમયમાં અમદાવાદમાં આગામી તથા વર્તમાન લોકેશન્સમાં સાત વધુ બ્રાન્ચ શરૂ કરવાની યોજના ધરાવીએ છીએ. અમારી રોમાંચક સફરનો ભાગ બનવા માટે અમે સૌને આમંત્રિત કરીએ છીએ.”

પોતાની વ્યાપક બ્યૂટી ટ્રીટમેન્ટ્સ ઉપરાંત કેરિંગ્ટન ફેમિલી સલૂન શિરોધારા અને તક્રધારા જેવી આયુર્વેદિક ટ્રીટમેન્ટ્સ પણ પૂરી પાડશે જે ન કેવળ શારીરિક દેખાવને વધારે છે પરંતુ માનસિક શાંતિ તથા એકંદરે સુખાકારીને પણ પ્રોત્સાહન આપે છે.

2017માં સ્થાપના થઈ ત્યારથી કેરિંગ્ટન ફેમિલી સલૂન બ્યૂટી ઉદ્યોગમાં ઉત્કૃષ્ટતા અને નવીનતાનો પર્યાય બની ગયું છે. અત્યંત કુશળતા અને જુસ્સો ધરાવતા સ્ટાઇલિસ્ટ્સની ટીમ સાથે સલૂન સુનિશ્ચિત કરે છે કે ક્લાયન્ટ્સને અદ્વિતીય સર્વિસ મળે. નવરંગપુરામાં પ્રથમ બ્રાન્ચ સાથે આ નવી બ્રાન્ચ લક્ઝુરિયસ સલૂન અનુભવ તથા લેટેસ્ટ ટેક્નિક્સ તથા ટ્રેન્ડ્સ પૂરા પાડવાની તેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે.

“ઉત્કૃષ્ટતા અને સતત નવીનતા માટે અમારી પ્રતિષ્ઠાને જાળવી રાખવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. અત્યાધુનિક સુવિધાઓ અને ટેલેન્ટેડ પ્રોફેશનલ્સની ટીમ સાથે અમારું વિશાળ સલૂન ક્લાયન્ટ્સને ઉત્કૃષ્ટ સર્વિસ આપવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે” એમ સુશ્રી મકવાણાએ ઉમેર્યું હતું.

ઝાયડસ હોસ્પિટલ રોડ પર ધ ક્લેવૉલ્સ ખાતે આવેલું કેરિંગ્ટન ફેમિલી સલૂન તેની નવી બ્રાન્ચ ખાતે ક્લાયન્ટ્સને આવકારવા તથા બ્યૂટી અને વેલનેસમાં ઉત્કૃષ્ટતાનો વારસો આગળ ધપાવવા માટે આતુર છે.

કેરિંગ્ટન ફેમિલી સલૂન અને તેની સર્વિસીઝ વિશે વધુ માહિતી માટે, વેબસાઈટ www.carringtonsalon.comની મુલાકાત લો.

FOLLOW US ON :
Share Our Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *