લોકસભાની ચૂંટણી પહેલા દેશમાં લાગૂ થશે CAA:મુસ્લિમોને ઉશ્કેરવામાં આવી રહ્યા છે,અમિત શાહનું મોટું નિવેદન

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે (10 ફેબ્રુઆરી) ના રોજ નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે લોકસભા ચૂંટણી પહેલા CAA લાગુ કરવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે અને તેને લાગુ કરવામાં આવશે. ગયા વર્ષે ડિસેમ્બરમાં તેમની પશ્ચિમ બંગાળની મુલાકાત દરમિયાન, તેમણે દાવો કર્યો હતો કે CAAના અમલીકરણને કોઈ રોકી શકશે નહીં.

 

નાગરિકતા (સુધારા) અધિનિયમ 2019 એ ભારત સરકાર દ્વારા પસાર કરાયેલ એક વિવાદાસ્પદ કાયદો છે. આ કાયદો 31 ડિસેમ્બર 2014 સુધી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા છ ધર્મો, હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી અને પારસીના શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપે છે.

એટલે કે, આ કાયદા હેઠળ, ત્રણ પડોશી મુસ્લિમ બહુમતીવાળા દેશોમાંથી આવતા લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવશે જેઓ 2014 સુધી કોઈને કોઈ અત્યાચારનો ભોગ બનીને ભારતમાં આવીને સ્થાયી થયા હતા. જો કે, મુસ્લિમોને આ જોગવાઈથી દૂર રાખવામાં આવ્યા છે જેના કારણે આ કાયદાનો વિરોધ થઈ રહ્યો છે.

ત્રણ દેશોમાંથી આવતા વિસ્થાપિત લોકોને નાગરિકતા મેળવવા માટે કોઈ દસ્તાવેજ આપવાની જરૂર રહેશે નહીં. કાયદા હેઠળ છ લઘુમતીઓને નાગરિકતા મળતા જ તેમને મૂળભૂત અધિકારો પણ મળી જશે.

FOLLOW US ON :
Share Our Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *