ભાજપ 2024 નો સંકલ્પ પત્ર:યુનિફોર્મ સિવિલ કોડનો વાયદો, વીજળી, રાશન-ગેસ ફ્રી,લોકસભા ચૂંટણી માટે ભાજપના આપ્યા આ વચનો

ભાજપે રવિવારે 2024ની લોકસભા ચૂંટણી માટે તેનો મેનિફેસ્ટો જાહેર કર્યો. તેને મોદીની ગેરંટી નામ આપવામાં આવ્યું છે. દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહ મંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને અન્ય નેતાઓ હાજર છે. આજે ડૉ. ભીમરાવ આંબેડકરની 132મી જન્મજયંતિ પર ભાજપે 2024ની લોકસભા ચૂંટણી માટે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે.

 

વડાપ્રધાને વિવિધ વર્ગો અને ક્ષેત્રોના લોકોને મંચ પર બોલાવ્યા અને સંકલ્પ પત્રની પ્રથમ કોપી સોંપી. આ એ લોકો છે જે મોદી સરકારની અગાઉની કેટલીક યોજનાઓનો લાભ મળ્યો. આ સાથે છેલ્લા 10 વર્ષના વચનો અને તેને પુરા કરવાનો વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો હતો.

 

વડાપ્રધાને પોતાના ભાષણમાં પાંચ મોટા વચનો આપ્યા…

 

1. 2029 સુધીમાં ગરીબો માટે મફત રાશન યોજના આપવાનું વચન.

 

2. આયુષ્માન યોજના હેઠળ 70 વર્ષથી વધુ વયના વૃદ્ધોને રૂ. 5 લાખ સુધીની મફત સારવારનું વચન.

 

3. મુદ્રા યોજના હેઠળ લોનની મર્યાદા 20 લાખ રૂપિયા હશે.

 

4. ગરીબોને 3 કરોડ ઘર આપવામાં આવશે.

 

5. એક રાષ્ટ્ર, એક ચૂંટણી અને એક સામાન્ય મતદાર યાદી સિસ્ટમ શરુ કરવામાં આવશે.

વડાપ્રધાન મોદીએ 25 જાન્યુઆરી 2024ના રોજ સંકલ્પ પત્ર માટે જનતા પાસેથી સૂચનો માંગ્યા હતા. આ પછી પાર્ટીને 15 લાખથી વધુ સૂચનો મળ્યા હતા. અહેવાલો અનુસાર, નમો એપ દ્વારા 4 લાખ અને 11 લાખ લોકોએ વીડિયો દ્વારા પાર્ટીને પોતાના સૂચનો આપ્યા હતા.

FOLLOW US ON :
Share Our Post