વર્લ્ડ કપની ફાઇનલ પહેલાં ભારત અને ઓસ્ટ્રેલિયા એમ બન્ને ટીમ સાબરમતી રિવરફ્રન્ટ ક્રૂઝ પર ડિનર કરશે,અટલ બીજની લેશે મુલાકાત

અમદાવાદના નરેંદ્ર મોદી સ્ટેડિયમાં 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ જંગ જામશે. ગુરુવારે અમદાવાદમાં ભારતીય ટીમનું આગમન થયું છે અને અમદાવાદ એયરપોર્ટ પર ટીમ ઇન્ડિયાનું પરંપરાગત રીતે સ્વાગત કરાયું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમનું આજે અમદાવાદમાં આગમન થશે. સાંજે ચાર વાગ્યેને 50 મિનિટે ટીમ અમદાવાદ એયરપોર્ટ પર પહોંચશે. જે બાદ બંને ટીમ નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં પ્રેક્ટિસ કરશે.

સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયન ટીમ સાબરમતી રિવરક્રૂઝ પર ડિનર કરશે. એટલું જ નહીં અટલ ફૂટ બ્રિજની પણ મુલાકાત લઈ શકે છે. આ મામલે રિવરફ્રન્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

બીજી બાજુ વિશ્વકપની ફાઇનલ મેચમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સેલીબ્રીટીનો જમાવડો જોવા મળશે. પૂર્વ ક્રિકેટરો, બોલીવુડ, હોલીવુડ અને સ્પોર્ટ્સ જગતના વૈશ્વિક સિતારાઓ મેચ જોવા પહોંચશે. સાથે જ ધોની સહિતના ભારતીય ક્રિકેટ ટીમના અત્યાર સુધીના તમામ પૂર્વ કેપ્ટનોને પણ આમંત્રણ અપાયું છે. તો પ્રધાનમંત્રી નરેદ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે. ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ પણ ફાઇનલ મેચમાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.

વિશ્વકપના સમાપન કાર્યક્રમાં ગરબા સહિતના પરંપરાગત નૃત્યો રજૂ કરાશે. 400થી પણ વધુ કલાકારો વિશ્વભરમાંથી આવેલા પ્રેક્ષકોનું મનોરંજન પૂરું પાડશે. કાર્યક્રમમાં પર્ફોર્મ કરનાર કલાકારો આજથી પ્રેક્ટિસ પણ શરૂ કરી છે. તો ભારતીય વાયુ સેનાનો એર શો પણ અમદાવાદનું આકાશ ગજવશે. મેચના દિવસે એક વાગ્યેને 35 મિનિટથી બે વાગ્યા સુધી એર શો યોજાશે. મેચને લઈ ક્રેકિટ રસીકોમાં ભારે ઉત્સાહનો માહોલ છે. સાથે જ વિદેશી પણ નાગરિકો સ્ટેડિયમ બહાર ભારતના સમર્થનની ટી શર્ટ લેવા માટે પહોંચ્યા છે.

FOLLOW US ON :
Share Our Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *