વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ભારતને 6 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો છે. રવિવારે ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વખત ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ હારે ભારતીય ચાહકોને 2003ના વર્લ્ડ કપની ફાઈનલની યાદ અપાવી દીધી. 20 વર્ષ પહેલા જોહાનિસબર્ગમાં કાંગારૂઓએ ભારતને 125 રનથી હરાવ્યું હતું.
વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 241 રનનો ટાર્ગેટ આપ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી ટીમ 50 ઓવરમાં 240 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા પ્રથમ વખત ઓલઆઉટ થઈ છે.
ભારતીય ટીમ માટે વિરાટ કોહલીએ 54 અને કેએલ રાહુલે 66 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ 31 બોલમાં 47 રન બનાવીને ભારતને ઝડપી શરૂઆત અપાવી હતી. ઓસ્ટ્રેલિયન ટીમ તરફથી મિચેલ સ્ટાર્કે 3 વિકેટ ઝડપી હતી. પેટ કમિન્સને 2 વિકેટ મળી હતી.
જવાબમાં ઓસ્ટ્રેલિયા તરફથી હેડ અને લાબુશેન બેટિંગ કરી રહ્યા છે.
ઓસ્ટ્રેલિયાએ ત્રીજી વિકેટ ગુમાવી લીધી છે. બુમરાહે પહેલા મિચેલ માર્શ 15 રને અને પછી સ્મિથને 4 રને આઉટ કર્યો હતો. શમીએ ટીમને પહેલી સફળતા અપાવતા વોર્નરને 7 રને આઉટ કર્યો હતો.