દિલ્હીમા શંભુ બોર્ડર પર પોલીસે ખેડૂતો પર ટિયર ગેસના સેલ છોડ્યા, અનેક લોકોની કરી અટકાયત

ખેડૂતો વિવિધ માંગોને લઇને દિલ્હી કૂચ કરી રહ્યાં છે. કેન્દ્રીય મંત્રીઓ સાથે ખેડૂતોની બેઠકમાં કોઇ સમાધાન ના આવતા ખેડૂતો ટ્રેકટર લઇને દિલ્હીમાં ઘુસી રહ્યાં છે. બીજી તરફ પોલીસે પણ ખેડૂતોના પ્રદર્શનને રોકવા માટે પુરતો બંદોબસ્ત કર્યો છે. શંભુ બોર્ડર પર ખેડૂતોને રોકવા માટે પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યા હતા.

હરિયાણા-પંજાબ વચ્ચે શંભુ બોર્ડર પર ખેડૂતોની દિલ્હી કૂચને રોકવા માટે પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યા હતા, જે બાદ ભાગદોડની સ્થિતિ જોવા મળી હતી. તે બાદ ખેડૂતોને 200 મીટર સુધી પાછળ ખસેડવામાં આવ્યા હતા.

ખેડૂતોના દિલ્હીમાં પ્રદર્શનને જોતા દિલ્હીની તમામ સરહદોને પુરી રીતે સીલ કરવામાં આવી છે. દિલ્હી પોલીસ તરફથી સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે અને દિલ્હીમાં કલમ-144 લાગુ કરવામાં આવી છે. ખેડૂતોના પ્રદર્શનને જોતા દિલ્હી-નોઇડા હાઇવે પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.

ખેડૂતોના દિલ્હીમાં પ્રદર્શનને લઇને કોંગ્રેસ નેતા પવન ખેડાએ પણ પોતાની પ્રતિક્રિયા આપ્યુ હતું. વાતચીત દરમિયાન ખેડૂત નેતાઓના ટ્વિટર (X) એકાઉન્ટને બંધ કરી દેવામાં આવ્યું હતું. આ મીટિંગમાં કઇ રીતનું આશ્વાસન આપવામાં આવ્યું. બે વર્ષમાં કેન્દ્ર સરકાર સમજી ના શકી કે ખેડૂતોની જરૂર શું છે?

FOLLOW US ON :
Share Our Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *