અનુષ્કા શર્મા-વિરાટ કોહલી બીજી વખત બન્યા પેરેંટ્સ, એક્ટ્રેસે પુત્રને આપ્યો જન્મ,જાણો શું રાખ્યું નામ

બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બીજી વખત માતા-પિતા બન્યા છે. અભિનેત્રીએ પુત્રને જન્મ આપ્યો છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બંનેએ ઈન્સ્ટાગ્રામ પર આ જાણકારી આપી છે.

 

અભિનેત્રીએ જણાવ્યું કે તેણે 15 ફેબ્રુઆરીએ તેના બીજા બાળકનું સ્વાગત કર્યું છે. અનુષ્કાએ પોસ્ટમાં તેના પુત્રનું નામ પણ જાહેર કર્યું છે. બાળકનું નામ અકાય રાખવામાં આવ્યું છે.

વિરાટ કોહલી પોસ્ટમાં લખ્યું- ‘આનંદ અને પ્રેમથી ભરેલા હૃદય સાથે, અમને બધાને જણાવતા આનંદ થાય છે કે 15 ફેબ્રુઆરીએ, અમે અમારા બાળક અકાય અને વામિકાના નાના ભાઈનું આ દુનિયામાં સ્વાગત કર્યું! અમારા જીવનના આ સુંદર તબક્કામાં અમે તમારી પ્રાર્થના અને શુભેચ્છાઓ માંગીએ છીએ. અમે તમને વિનંતી કરીએ છીએ કે કૃપા કરીને આ સમયે અમારી ગોપનીયતાનો આદર કરો.

FOLLOW US ON :
Share Our Post