ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ જીતશે તો અમદાવાદમાં રોડ શો: રિવરફ્રન્ટના પશ્ચિમ છેડે ઓપન બસમાં રોડ શો કરશે

અમદાવાદમાં મોટેરા સ્થિતિ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ક્રિકેટના મહામુકાબલા માટે ટીમ ઈન્ડિયા અમદાવાદ આવી ગઈ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આ મહામુકાબલામાં 19 નવેમ્બરના રોજ ઓસ્ટ્રેલિયાની સામે વર્લ્ડ કપમાં ભારતની જીત થશે તો ભારતીય ટીમ દ્વારા અમદાવાદમાં રોડ શો યોજી ચાહકોનું અભિવાદન ઝીલવામાં આવશે.

આ રોડ શોમાં ઓપન બસમાં બેસીને ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને પૂરી ટીમ લોકો વચ્ચે જશે. સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ વિસ્તારમાં આ રોડ શો યોજાશે એવી સંભાવના છે.

FOLLOW US ON :
Share Our Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *