માવઠા બાદ શાકભાજીના ભાવ પછી સિંગતેલના ભાવમાં ડબ્બે થયો આટલા રૂપિયાનો વધારો

છેલ્લા બે દિવસથી પડી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતોને મોટુ નુકસાન પહોંચ્યુ છે, હવે આની અસર માર્કેટમાં પણ જોવા મળી રહી છે. હાલમાં જ સમામાર મળી રહ્યાં છે કે, રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટમાં સિંગતેલના ભાવમાં જોરદાર વધારો થયો છે. અત્યારે સિંગતેલના ભાવમાં ડબ્બા દિઠ 20 રૂપિયાનો વધારો ઝીંકાયો છે.

મળતી માહિતી પ્રમાણે, સમગ્ર રાજ્યમાં છેલ્લા બે દિવસથી માવઠુ થઇ રહ્યું છે, માવઠાની અસર હવે માર્કેટમાં જુદાજુદા તેલિબિયાની કિંમતો પર થઇ રહી છે. ખેતપેદાશોમાં ભાવમાં જોરદાર વધારો આવ્યો છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદથી સિંગતેલના ભાવ ઉંચકાયા છે. અત્યારે સિંગતેલના ડબ્બા દીઠ ભાવમાં 20 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે, આની સાથે જ બ્રાન્ડેડ નવા ડબ્બાનો ભાવ 2735થી 2785 રૂપિયા સુધી પહોંચ્યો છે. આ ઉપરાત માર્કેટમાં કપાસિયા તેલના નવા ડબ્બાનો ભાવ 1610 થી 1660 રૂપિયા સુધીનો રહ્યો છે. ખાસ વાત છે કે, સૌરાષ્ટ્રમાં માવઠુ થતાં ખેત પેદાશો પર અસર જોવા મળી રહી છે. સિંગતેલ ખરીદવાની સિઝન સમયે જ ભાવમાં વધારો થતાં લોકોમાં ચિંતા વધી છે.

દિવાળી પહેલા રાજ્યમાંથી ઠેર ઠેર ભાવ વધારાના સામાચાર સામે આવી રહ્યાં છે. હાલમાં મળતા સમચાર પ્રમાણે, રાજકોટમાં આજે કપાસિયા તેલના ભાવનાં જોરદાર વધારો જોવા મળ્યો છે. આજે એક જ દિવસમાં કપાસિયા તેલના ડબ્બા દીઠ 100 રૂપિયાનો વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયુ છે. મળતી માહિતી પ્રમાણે, દિવાળી ટાણે જ રાજકોટમાં ફરી એકવાર કપાસિયા તેલના ભાવનાં ભડકો જોવા મળ્યો છે. રાજકોટમાં કપાસિયા તેલના ભાવમાં ભડકાથી લોકોની દિવાળી બગડી શકે છે, આજે એક જ દિવસમાં ડબ્બે 100 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. કપાસિયા તેલના 15 કિલો બ્રાન્ડેડ ડબ્બાનો ભાવ 1510 હતો જે વધી 1610 રૂપિયાના ભાવે પહોંચ્યો છે. કપાસિયા તેલના ભાવને પગલે સિંગતેલના ભાવ પણ વધે તેવી શકયતાઓ ઉભી થઇ છે. દિવાળીના તહેવારને લઈને કપાસિયા તેલની માંગમાં જોરદાર વધારો થયો છે. દિવાળી બાદ પણ લગ્નસરાની સિઝન હોવાથી ખાદ્યતેલના ભાવ વધે તેવી વેપારીઓએ શક્યતા વ્યક્ત કરી રહ્યાં છે.

FOLLOW US ON :
Share Our Post