ઉત્તરકાશી ટનલમાંથી 33 મજૂરો બહાર નીકળ્યા:ટીમનો દાવો- થોડીવારમાં તમામ મજૂરોને બહાર કાઢવામાં આવશે

ઉત્તરાખંડના સિલ્ક્યારા-ડંડલગાંવ ટનલમાં 12 નવેમ્બરથી ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢવાનું કામ શરૂ થઈ ગયું છે. 15 મજૂરોને બહાર કાઢવામાં આવ્યા છે. પ્રથમ મજૂરને સાંજે 7.50 વાગ્યે બહાર કાઢવામાં આવ્યો હતો. તેમને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ મોકલવામાં આવ્યા. બાકીનાને પણ ટૂંક સમયમાં બહાર કાઢવામાં આવશે.

રેસ્ક્યુ ટીમના સભ્ય હરપાલ સિંહે જણાવ્યું હતું કે પ્રથમ બ્રેક થ્રુ સાંજે 7.05 વાગ્યે મળી આવ્યો હતો. લગભગ 2થી 3 કલાકમાં તમામ કામદારો બહાર આવી જશે. અત્યાર સુધી 33 શ્રમિકોને બહાર લવાયા

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ બહાર નીકાળેલા કામદારો સાથે વાત કરી હતી. કેન્દ્રીય મંત્રી વીકે સિંહ પણ તેમની સાથે હતા.

FOLLOW US ON :
Share Our Post